Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

જાતીય સતામણી કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા

જાતીય સતામણી કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ને મોટી રાહત, આગોતરા જામીન મંજૂર

જાતીય સતામણીના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરીને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે બંનેની આગોતરા જામીન અરજી સ્વીકારી લીધી છે.

કોર્ટે શરતી જામીન આપ્યા

જસ્ટિસ જિતેન્દ્ર કુમાર સિંહાની સિંગલ બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે જામીન આપતા કેટલીક કડક શરતો પણ મૂકી છે:

  • મીડિયા પર પ્રતિબંધ: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને ફરિયાદ કરનાર આશુતોષ મહારાજ બંને પક્ષો મીડિયામાં કોઈ નિવેદનબાજી કે ઈન્ટરવ્યુ આપી શકશે નહીં.

  • તપાસમાં સહયોગ: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવો પડશે.

  • ધરપકડ પર રોક: ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી તેમની ધરપકડ કરવામાં આવશે નહીં.

શું હતો સમગ્ર મામલો?

પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં બટુકોના (વિદ્યાર્થીઓના) જાતીય શોષણના આરોપસર FIR નોંધવામાં આવી હતી.

  • આ ફરિયાદ શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

  • હાઈકોર્ટે 27 ફેબ્રુઆરીએ સુનાવણી પૂર્ણ કર્યા બાદ પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો.

  • જો જામીનની શરતોનું ઉલ્લંઘન થશે, તો બીજો પક્ષ જામીન રદ કરવાની અરજી કરી શકશે.

કોર્ટમાં પક્ષકારો

શંકરાચાર્ય વતી વકીલ પી.એન. મિશ્રાએ દલીલો રજૂ કરી હતી. જ્યારે રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલ હાજર રહ્યા હતા. ફરિયાદ પક્ષના વકીલ રીના સિંહે પણ પોતાની દલીલો કોર્ટ સમક્ષ મૂકી હતી.

સંબંધિત પોસ્ટ્સ

સરકારે રેશનિંગના અનાજમાં મૂક્યો કાપ: હવે ૩ કિલોના બદલે માત્ર ૧ કિલો જ ચોખા મળશે, કાર્ડધારકોમાં ભારે રોષ

praxpatel

ખેડૂતોને લૂંટીને વેપારીઓને ફાયદો, ઘઉં મુદ્દે AAP નેતા સાગર રબારીનો ભાજપ સરકાર પર પ્રહાર

praxpatel

ગુજરાતમાં આગામી 7 દિવસ સાંબેલાધાર વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ તો સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

praxpatel