.ગઈકાલના મોટા સમાચાર મનરેગામાંથી ગાંધીજીનું નામ હટાવવા સંબંધિત બિલને લઈને રહ્યા. આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. બીજા સમાચાર ચાંદી અંગેના છે, જે સતત બીજા દિવસે ₹2 લાખ રૂપિયાને પાર રહી.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર1. ગુજરાત અને તમિલનાડુમાં ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે.2. પહેલી ડિસેમ્બરથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ છે.3. એપસ્ટીન કેસ સંબંધિત તમામ ઇમેઇલ્સ, ફોટા અને દસ્તાવેજો યુએસમાં જાહેર કરવામાં આવશે4. ભારત વિ દક્ષિણ આફ્રિકા T20I, અમદાવાદમાં સાંજે 7 વાગ્યે રમાશે📰 કાલના મોટા સમાચારો1. લોકસભામાં ‘VB- G RAM G’ બિલ પાસ:વિપક્ષે બિલની કોપી ફાડી કાગળો ફેંક્યા, શિવરાજે કહ્યું-‘મનરેગા’ પહેલા ‘નરેગા’ હતી, કોંગ્રેસે ચૂંટણીમાં ફાયદા માટે તેમાં મહાત્મા ગાંધીને જોડ્યા
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ, VB-G રામ જી બિલ પર જવાબ આપ્યો. આ દરમિયાન, વિપક્ષે બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું. વિપક્ષના સાંસદોએ વેલમાં પહોંચી ગયા અને બિલની કોપી ફાડી કાગળો ફેંકાયા હતા.કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં કહ્યું, “અમે કોઈની સાથે ભેદભાવ કરતા નથી. બાપુ અમારા પ્રેરણા અને આદર છે. આખો દેશ અમારા માટે એક છે. દેશ અમારા માટે ફક્ત જમીનનો ટુકડો નથી. અમારા વિચારો સંકુચિત કે મર્યાદિત નથી.” વાંચો સંપૂર્ણ સમાચાર2. સુપ્રીમ કોર્ટે કહ્યું-નિવૃત્તિ પહેલા ધડાધડ ચુકાદા સંભળાવવા દુર્ભાગ્યપૂર્ણ:એવું લાગે છે કે જજ મેચની છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છે
સુપ્રીમ કોર્ટે બુધવારે ન્યાયપાલિકામાં ભ્રષ્ટ આચરણને લઈને પરોક્ષ રીતે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે નિવૃત્તિના બરાબર પહેલા ન્યાયાધીશોનું બાહ્ય કારણોથી પ્રભાવિત થઈને ઝડપથી ચુકાદાઓ આપવા દુર્ભાગ્યપૂર્ણ છે.ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વિપુલ એમ પંચોલીની બેન્ચે કહ્યું- કેટલાક ન્યાયાધીશોમાં નિવૃત્તિના થોડા દિવસો પહેલા ખૂબ વધારે આદેશો પસાર કરવાની વૃત્તિ વધી રહી છે. તેઓ આદેશો એવી રીતે સંભળાવે છે જાણે મેચની છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા હોય. વાંચો સંપૂર્ણ સમાચાર3. ચાંદી ₹1,609 વધીને ₹2.01 લાખ પ્રતિ કિલો ઓલટાઇમ હાઈ:આ વર્ષે ચાંદીની કિંમત ₹1.15 લાખ વધી ચૂકી છે, સોનું 10 ગ્રામ ₹1.32 લાખ થયું
ચાંદી આજે એટલે કે 18 ડિસેમ્બરે સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 1 કિલો ચાંદી 1,609 રૂપિયા વધીને 2,01,250 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આ પહેલા 17 ડિસેમ્બરે તે 1,99,641 રૂપિયા પર બંધ થઈ હતી.જ્યારે ગઈકાલે ચાંદી પહેલીવાર 2 લાખ રૂપિયા પ્રતિ કિલોથી ઉપર નીકળી હતી. ગઈકાલે સવારે તે 2,00,750 રૂપિયા પર ઓપન થઈ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીની કિંમત 1,15,233 રૂપિયા વધી ચૂકી છે. વાંચો સંપૂર્ણ સમાચાર4. પ્રિયંકા ગાંધી-નીતિન ગડકરી વચ્ચે હસી-મજાક, VIDEO:ગડકરી બોલ્યા- રાહુલનું કામ કર્યું તો બહેનનું કરવું જ પડશે, પછી પોતાના હાથે બનાવેલી સ્પેશિયલ વાનગી પ્રિયંકાને ખવડાવી
સંસદના શિયાળુ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુરુવારે બંને પક્ષોના નેતાઓ વચ્ચે હસી-મજાક ભરી વાતચીત જોવા મળી.કેરળના વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન ચંદીગઢ-શિમલા હાઈવે સંબંધિત પૂરક પ્રશ્ન ઉઠાવ્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ જૂનથી પોતાના સંસદીય ક્ષેત્રના મુદ્દાઓને લઈને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળવાનો સમય માંગી રહ્યા છે. પ્રિયંકાએ કહ્યું,
સર, હું જૂનથી તમને મળવાનો સમય માંગી રહી છું, કૃપા કરીને સમય આપો જેથી હું મારા લોકસભા ક્ષેત્રની વાત રજૂ કરી શકું.
આના પર ગડકરીએ હસતા હસતા જવાબ આપ્યો, “તમે પ્રશ્નકાળ પછી આવી જાઓ. ગમે ત્યારે આવી જાઓ, દરવાજો હંમેશા ખુલ્લો રહે છે, એપોઇન્ટમેન્ટની જરૂર નથી.”ગડકરીના આ જવાબ પર પ્રિયંકા ગાંધીએ હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું. 1 કલાક પછી જ્યારે તેઓ ગડકરીની ઓફિસે પહોંચ્યા ત્યારે કેન્દ્રીય મંત્રીએ તેમને ચોખાની એક ખાસ વાનગી પણ ખવડાવી, જે તેમણે પોતે યુટ્યુબ જોઈને બનાવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર5. એપસ્ટીન સેક્સ સ્કેન્ડલની 68 નવી તસવીરો સામે આવી:અબજોપતિ બિલ ગેટ્સ મહિલાઓ સાથે દેખાયા; ડેમોક્રેટ સાંસદોએ જાહેર કરી; આજે સંપૂર્ણ ફાઇલો રિલીઝ થશે
એપસ્ટીન સેક્સ સ્કેન્ડલ સાથે જોડાયેલી 68 નવી તસવીરો સામે આવી છે. આ તસવીરોને અમેરિકી હાઉસ ઓવરસીઝ કમિટીના ડેમોક્રેટ સાંસદોએ રિલીઝ કરી છે.આમાંથી બે તસવીરોમાં અબજોપતિ બિલ ગેટ્સ મહિલાઓ સાથે જોવા મળી રહ્યા છે. જોકે, તે સ્પષ્ટ નથી કે બંને મહિલાઓ એક જ છે કે અલગ-અલગ. વાંચો સંપૂર્ણ સમાચાર6. T-20 માટે ઈન્ડિયા-સાઉથ આફ્રિકાની ટીમ અમદાવાદ આવી: ITC નર્મદા અને હયાત રેજન્સીમાં ખેલાડીઓ રોકાશે, આજે મેટ્રો રાત્રે 12.30 સુધી દોડશે
ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી-20 મેચોની સીરિઝની પાંચમી અને અંતિમ મેચ શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે. જેના માટે ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની બંને ટીમો આજે અમદાવાદ આવી પહોંચી. ઈન્ડિયન ટીમના ખેલાડીઓ ITC નર્મદામાં રોકાશે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ હયાત રેજન્સીમાં રોકાશે. અમદાવાદ એરપોર્ટ પર હાર્દિક પંડ્યા, ઋષભ પંત, શુભમન ગિલ સહિતના ખેલાડીઓ જોવા મળ્યા. હાર્દિક પંડ્યા પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા. ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા બંને ટીમ હોટેલ જવા માટે રવાના થઈ ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર7. માઈન્ટ આબુનો પારો માઈનસ 2 ડિગ્રીએ સરકતાં બરફ જામ્યો:હાડ થીજવતી કડકડતી ઠંડીમાં નખી લેક પર ગુજરાતી સહિત પ્રવાસીઓનો જમાવડો; લોકોએ મોસમની મોજ માણી
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન અને ‘રાજસ્થાનના કાશ્મીર’ તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં ઠંડીએ જોર પકડ્યું છે. આજે લઘુત્તમ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાતા પારો -2 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો હતો. હાડ થીજવતી આ કડકડતી ઠંડીને કારણે સમગ્ર માઉન્ટ આબુ બરફની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું.ઠંડીની તીવ્રતા એટલી વધુ હતી કે વહેલી સવારે ખુલ્લા મેદાનો, બગીચાઓ અને પાર્ક કરેલી ગાડીઓ પર બરફના થર જામી ગયા હતા. સ્થાનિક લોકો અને પર્યટકો પોતાની કાર પર જામી ગયેલા બરફને હાથથી હટાવતા નજરે પડ્યા હતા. સોશિયલ મીડિયા પર આ બરફીલા નજારાના અનેક વીડિયો વાઈરલ થયા છે, જેમાં લોકો આ અદભૂત કુદરતી દ્રશ્યોને કેમેરામાં કેદ કરતા જોવા મળે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન
⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં1.નેશનલ : દર વર્ષે 5 લાખ રોડ એક્સીડેન્ટમાં 1.8 લાખ મોત:રોજના 493 લોકો મોતને ભેટી રહ્યા, 18-34 વર્ષના યુવાનો વધુ; ગડકરીએ સ્વીકાર્યું- સરકાર મોતની સંખ્યા ઘટાડવામાં સંપૂર્ણપણે સફળ નહીં વાંચો સંપૂર્ણ સમાચાર2.ઈન્ટરનેશનલ : દાવો- ટ્રમ્પ વેનેઝુએલા સાથે યુદ્ધની ઘોષણા કરી શકે:અમેરિકી રાષ્ટ્રપતિની માગ- વેનેઝુએલા તેલના અધિકારો પાછા આપે; તેલ ટેન્કરો પર નાકાબંધી કરી વાંચો સંપૂર્ણ સમાચાર3.નેશનલ : દિલ્હીમાં આજથી’નો PUC, નો ફ્યુઅલ’:પ્રદૂષણ સામે કડક નિયમો લાગુ, BS-6થી નીચેના વાહનોની એન્ટ્રી બંધ; PUC સર્ટિફિકેટ વિના પેટ્રોલ નહીં મળે વાંચો સંપૂર્ણ સમાચાર4.ઈન્ટરનેશનલ : શહબાઝ શરીફે કહ્યું-દિલ્હીથી મુંબઈ સુધી ભારત હાર નહીં ભૂલે:મોદી સરકારને પાઠ ભણાવ્યો; 6 ફાઈટર પ્લેન તોડી પાડવાનો પાકિસ્તાનના PMનો દાવો વાંચો સંપૂર્ણ સમાચાર5.સ્પોર્ટ્સ : મેચ રદ થવા પર શશિ થરૂરે BCCIને ઘેર્યું:કહ્યું- મેચ તિરુવનંતપુરમમાં થવી જોઈતી હતી; અખિલેશ યાદવે સરકારને જવાબદાર ઠેરવી વાંચો સંપૂર્ણ સમાચાર6.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે માગશર મહિનાનો છેલ્લો દિવસ:વ્રત કથા: ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવાની કામનાથી અમાસનું વ્રત અને પીપળાની પૂજા કરવામાં આવે છે વાંચો સંપૂર્ણ સમાચાર🗣️ ચર્ચિત નિવેદન
😲 ખબર હટકેશરીરના અંગો રમકડાંની જેમ વેચતો માણસ, સજા થઈ
અમેરિકાના બોસ્ટનમાં હાર્વર્ડ મેડિકલ કોલેજના શબઘરના પૂર્વ મેનેજર સેડ્રિક લોજને શરીરના ભાગો ચોરવા બદલ આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તે રમકડાંની જેમ અંગો વેચતો હતો. તેણે એક વ્યક્તિને બુકબાઈન્ડિંગ માટે તેની ચામડી વેચી દીધી હતી, અને બીજા વ્યક્તિને તિજોરી સજાવવા માટે ચહેરો વેચ્યો હતો. આરોપીની પત્નીએ પણ આ પ્રવૃત્તિમાં મદદ કરી હતી.📸 ફોટો, જે પોતે સમાચાર છે
🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ1. આજનું એક્સપ્લેનર:દિલ્હી કરતા પણ ઝેરી હતું બેઇજિંગ, ચીને કેવી રીતે બનાવ્યું ‘સ્મોગ ફ્રી’; શું ભારતમાં ચીનનું મોડેલ ન અપનાવી શકાય?2. સ્ટાર્ટઅપ સ્ટોરીઝ-4 : દુનિયાનાં 40 બેસ્ટ લોકેશન અમદાવાદમાં ઊભાં કર્યાં:‘ગીતા રબારી, કિંજલ દવેથી લઇ પ્રતીક ગાંધી સહિતના સ્ટાર્સ અમારે ત્યાં શૂટ કરવા આવે છે’3. રણમાં સન્નાટો, વિચિત્ર અવાજો અને 28 કલાકનો સંઘર્ષ:અમદાવાદના ડૉક્ટર કપલે જીતી ખતરનાક ગણાતી ધ હેલ રેસ; 161 કિમીની સફરનો જણાવ્યો રોચક અનુભવ4. ભાસ્કર ઈન્ટરવ્યૂ : કાઠિયાવાડી ‘ચાઇનામેન’થી IPL બેટર્સ થથરશે!:રાજકોટના ક્રેઇન્સ કુલેત્રા પર ઘણી ટીમ આફરીન હતી, જાણો SRHના ‘મિસ્ટ્રી પ્લેયર’ની કહાની5. ભાસ્કર એક્સક્લૂસિવ : પાકિસ્તાનમાં ફરી ઘરની સામેથી હિન્દુ માતા-પુત્રીનું અપહરણ:11 મહિનામાં 73 કેસ, યુવતીઓ-મહિલાઓ ટાર્ગેટ, ધર્માંતરણ માટે કિડનેપિંગ6. બ્લેકબોર્ડ: પતિનું મોત થયું તો સાસુએ ટુવાલથી મોઢું દબાવ્યું:વિદેશમાં પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સ્પર્મ લઈને માતા બની; સિંગલ મધર્સની કહાની🌍 કરંટ અફેર્સ
⏳ આજના દિવસનો ઈતિહાસ
📊 માર્કેટની સ્થિતિ
🌦️ મોસમનો મિજાજ
શુક્રવારનું રાશિફળ:ધન-સિંહ- વૃશ્ચિક જાતકોને મહેનતનું યોગ્ય ફળ મળશે, વૃષભ- કર્ક રાશિના લોકોને વ્યર્થ વાદ-વિવાદમાં ન પડવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
