Gujarat Plus
Breaking News
ગુજરાતરાજનીતિ

SIR સામે કોંગ્રેસના સવાલ

ગુજરાતમાં SIRની કામગીરી બાદ ઈલેક્શન કમિશન દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી, જેમાં લાખો લોકોના નામ કપાયા છે. આ બાબતે કોંગ્રેસ
પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા નવસારી લોકસભામાં ભૂતિયા મતદારો શોધી વોટ ચોરી ઉજાગર કરવામાં આવી હતી.

તેમણે વધુ માં કહ્યું કે “પહેલા વોટ ચોરી કરી હવે ૧૦ લાખ જેટલા ખોટા ફોર્મ-૭ ભરીને મતદારોનો મતનો અધિકાર છીનવવાનું ષડયંત્ર કર્યું. બંધારણે મતનો અધિકાર આપ્યો – ભાજપ ચૂંટણીપંચના મેળાપીપણાથી અધિકાર ખતમ કરવા માંગે છે. રાતોરાત લાખોની સંખ્યામાં ફોર્મ-૭ કોણે જમા કરાવ્યાની માહિતી અને સી.સી.ટી.વી. ફુટેજ જાહેર કરો

રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ ચૂંટણી પંચની એસ.આઈ.આર. (SIR)ની કામગીરીમાં થઈ રહેલ ગેરરીતિ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા જે ડ્રાફ્ટ મતદારયાદીમાં ક્ષતિ હોય તે સુધારા માટે વ્યવસ્થાનો દુરુપયોગ સામે આવ્યો છે. મતદાર રદ્દ કરવા માટેના ફોર્મ ૭, જાન્યુઆરી ૧૫ સુધીમાં ચૂંટણી પંચ જોડે નહિવત પ્રમાણમાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા પત્ર લખી ફોર્મ ૭ની વિગત માંગવા છતાં ચૂંટણી પંચ દ્વારા આપી નથી. જ્યારે એક ષડયંત્રની જેમ ૧૬,૧૭ અને ૧૮ જાન્યુઆરીમાં જથ્થાબંધ પ્રમાણમાં જમા થયા છે. એક સંગઠિત પ્લાનિંગ સાથે કેટલાક ચોક્કસ પક્ષ દ્વારા ત્રણ દિવસમાં પૂરતા પુરાવા વગર ફોર્મ ૭ને જે તે વિધાનસભામાં અધિકારીઓ ને આપવામાં આવ્યા છે. પહેલા વોટ ચોરી કરી હવે ૧૦ લાખ જેટલા ખોટા ફોર્મ-૭ ભરીને મતદારોનો મતનો અધિકાર છીનવવાનું ષડયંત્ર છે. બંધારણે મતનો અધિકાર આપ્યો છે ત્યા ભાજપના ચૂંટણીપંચ સાથેના મેળાપીપણાથી અધિકાર ખતમ કરવા માંગે છે. લોકશાહીમાં જનતાને મળેલા મતદાનના અધિકારને સુનિયોજિત કાવતરું ઘડીને છીનવવાનો પ્રયાસ છે.

એક સરખા ચોક્કસ પ્રિન્ટેડ ફોર્મેટમાં મતદારની વિગત સાથે અલગ અલગ જિલ્લામાં ફોર્મ ૭ રજૂ કરવામાં આવ્યા છે તેના પુરાવા છે.

પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે પત્રકાર પરિષદમાં આક્રમક તેવરે વાત કરતા જણાવ્યું કે જે રીતે અંગ્રેજોએ દેશને હાયજેક કર્યો હતો તેમ હાલ માં કેટલીક શક્તિઓ દેશને વોટ ચોરી ના ષડયંત્રથી હાયજેક કરવા માંગે છે. જેમ બંધારણ સમયે કેટલાક વર્ગ, સમૂહદાય કે લિંગને મતદાન અધિકાર ના મળે તેવા પ્રયત્ન હતા છતાં કોંગ્રેસે દેશના રાષ્ટ્રપતિ હોય કે છેવાડામાં વસનાર ગરીબ મજદૂર હોય તેમને સમાન મતનો અધિકાર આપ્યો તેને કોંગ્રેસ છીનવવા નહીં દે.

સંબંધિત પોસ્ટ્સ

કાકા મનસુખ વસાવા અને ભત્રિજા ચૈતર વસાવા વચ્ચે તોડકાંડને લઇને વિવાદ ગરમાયો !

Lakhan Jam

અમદાવાદના ફતેવાડીમાં જાહેર રોડ પર ચાકુબાજીનો વીડિયો વાઈરલ, પોલીસ દોડતી થઈ

ANIL PATEL

સવા ત્રણ કરોડ કઢાવવા સાહેબને 20 ટકામાં નક્કી કર્યુ છે ! કોણ છે એ પોલીસના સાહેબ !

Maheriya Nirali