Gujarat Plus
Breaking News
અન્ય

વિશ્વ ઉમિયાધામ ખાતે 7 દેશોમાંથી 400 NRI મિત્રોનું સ્નેહમિલન યોજાયું

વિશ્વ ઉમિયાધામ વિવિધ દેશોમાં “યુથ એક્સ્ચેન્જ” પ્રોગ્રામ ચલાવશે :આર. પી. પટેલ

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટ જગતજનની મા ઉમિયાના મંદિર – વિશ્વ ઉમિયાધામ ખાતે NRI સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. શનિવારના રોજ અમેરિકા સહિત વિશ્વના 7 દેશોમાંથી પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજના NRI સભ્યો પધાર્યા હતાં. વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાયેલ NRI સ્નેહમિલનમાં અમેરિકાના વિવિધ રાજ્યો, કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન (યુ.કે.), આફ્રિકા, કેન્યામાંથી NRI મહેમાનોએ વિશ્વ ઉમિયાધામ નિર્માણાધીન મંદિર નિહાળ્યું હતું. મહત્ત્વનું એ છે કે, આ NRI સ્નેહમિલનમાં હેરો શહેરના મેયર કાઉન્સિલ અંજનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં વિવિધ દેશોમાંથી આવેલા મહેમાનોએ જગતજનની મા ઉમિયાના મંદિર નિર્માણ માટે “મારી ઈંટ મા ના મંદિરે” અભિયાન ચલાવવા અંતર્ગત સંકલ્પ લીધો હતો.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – અમેરિકાના જનરલ સેક્રેટરી શ્રી દિનેશભાઈ પટેલે (ડેની) અમેરિકામાં સંસ્થાની થયેલ પ્રવૃત્તિઓ અંગે સૌ કોઈને માહિતગાર કર્યા હતા.

NRI સ્નેહમિલનની વાત કરતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખશ્રી આર. પી. પટેલ જણાવે છે કે, વિશ્વ ભરના 7 દેશોમાંથી NRI મહેમાનો પધાર્યા છે. આગામી દિવસોમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા વિવિધ દેશોમાં યુથ એક્સ્ચેન્જ પ્રોગ્રામ આપવામાં આવશે. યુથ એક્સ્ચેન્જ પ્રોગ્રામથી સનાતન ધર્મની મૂળભૂત સંસ્કૃતિનો યુવાનોમાં વ્યાપ વધશે. આ કાર્યક્રમ અંતર્ગત અમેરિકા અને ભારતમાંથી 15 – 15 યુવાનો અન્ય દેશમાં રહી એકબીજાની સંસ્કૃતિઓનું આદાન-પ્રદાન કરશે. યુથ એક્સ્ચેન્જ પ્રોગ્રામથી જગતજનની મા ઉમિયાની આસ્થા વિશ્વભરમાં ઉજાગર થશે એવમ્ સનાતન ધર્મનો પાયો મજબૂત થશે.

હું પણ માં ઉમિયા મંદિરમાં ઇંટ દાન કરું છું.: અંજનાબેન પટેલ

લંડનના હેરો શહેરના મેયર શ્રીમતી અંજનાબેન પટેલે એન આર આઈ સ્નેહ મિલનમાં વાત કરતા કહ્યું કે હું સમગ્ર હેરો શહેર અને બ્રિટનમાં મારી ઈંટ માના મંદિરે અભિયાન ચલાવીશ. આપણી સંપત્તિનું આપણે જીવતો જીવત દાન કરીને જવું જોઈએ બાળકોને સારા કર્મો કરાવતા શીખવાડો. અમે પણ બ્રિટનમાં યુથ એક્સચેન્જ પ્રોગ્રામ ચલાવીશું.

સંબંધિત પોસ્ટ્સ

હિજાબ વિવાદઃ CM નીતિશ સામે 3 રાજ્યોમાં FIR: ઔવેસીની પાર્ટીના નેતાની ખુલ્લી ધમકી, NDA નેતાઓનું સમર્થન; કહ્યું- ‘બરાબર કર્યું, આ ઈસ્લામિક દેશ નથી’

Gujarat Plus

સોના-ચાંદી પછી પ્લેટિનમ 18 વર્ષના રેકોર્ડ સ્તરે: આ વર્ષે 121% વધ્યો, 10gની કિંમત ₹61,513; ઓટોમોબાઈલ સેક્ટરમાં માગને કારણે તેજી

Gujarat Plus

પ્રિયંકા ગાંધી-નીતિન ગડકરી વચ્ચે હસી-મજાક, VIDEO: ગડકરી બોલ્યા- રાહુલનું કામ કર્યું તો બહેનનું કરવું જ પડશે, પછી પોતાના હાથે બનાવેલી સ્પેશિયલ વાનગી પ્રિયંકાને ખવડાવી

Gujarat Plus