કડદા પ્રથા મુદ્દે ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર AAP નેતા પ્રવીણ રામ જેલ મુક્ત થયા
ખેડૂત નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર, હંસરાજ ભાલાળા, વિપુલ હરિયાણી, વિપુલ મકવાણા અને જીતેન્દ્ર ગોવિંદિયા જેલમુક્ત થયા
AAP નેતા ઈસુદાન ગઢવી, હેમંત ખવા, અજીત લોખીલ સહિત નેતાઓએ પ્રવીણ રામ સહિત તમામનું સ્વાગત કર્યું
જેલમુક્ત થયા બાદ ખેડૂત નેતા પ્રવીણ રામે પ્રેસ કોન્ફરન્સ યોજી
108 દિવસ જેલમાં રહ્યા છીએ, તો હવે 108ની જેમ ગુજરાતની જનતા માટે કામ કરીશું : પ્રવીણ રામ
અમે જેલમાંથી તૂટીને નહિ પણ મજબૂત થઈને આવ્યા છીએ :પ્રવીણ રામ
ખેડૂતો માટેની લડાઈ અટકવાની નથી, ખેડૂતો માટે લડતા રહીશું : પ્રવીણ રામ
શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી ખેડૂતો અને ગુજરાતની જનતા માટે લડતો રહીશ: પ્રવીણ રામ
AAPના સમગ્ર શીર્ષ નેતૃત્વ અને મીડિયા મિત્રોનો આ લડાઈમાં સાથ આપવા બદલ આભાર: પ્રવીણ રામ
ભાજપે મને જેલમાં મોકલીને વધારે મજબૂત બનાવ્યો : પ્રવીણ રામ
બોટાદ ખાતે મોટું ષડયંત્ર થયું : પ્રવીણ રામ
બોટાદ ખાતે જે પણ લોકો પર ષડયંત્ર કરીને ફરિયાદ કરવામાં આવી, એમાંથી એક પણ વ્યક્તિ દ્વારા પથ્થર ફેંકતો પુરાવો નથી, તેમ છતાં એમને ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવ્યા : પ્રવીણ રામ
હડદડ ખાતે અમે સતત લોકોને શાંત કરવાનો પ્રયત્ન કર્યો : પ્રવીણ રામ
હજુ પણ ઘણા બધા વેપારીઓ કડદો કરે છે અને સરકારના પરિપત્રનું અમલીકરણ થયું નથી : પ્રવીણ રામ
પ્રવીણ રામ અને રાજુ કરપડાએ કડદા મુદ્દે અવાજ ઉઠાવ્યો ત્યારબાદ સરકારે કડદા પ્રથા પર રોક લગાવવાનો લેટર જાહેર કર્યો: ઈસુદાન ગઢવી
પ્રવીણ રામ અને રાજુ કરપડા 54 લાખ ખેડૂતોનો અવાજ બન્યા: ઈસુદાન ગઢવી
જનરલ ડાયરેક્ટ જલિયાવાલા બાગમાં જે રીતે અત્યાચાર કર્યો હતો તેવો જ અત્યાચાર હડદડ ગામમાં કરવામાં આવ્યો: ઈસુદાન ગઢવી
ખેડૂતોને વિનંતી કે તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મત ન આપવા: ઈસુદાન ગઢવી
ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર આંદોલન ચલાવવામાં આવશે: રમેશ મેર AAP
