Gujarat Plus
Breaking News
અન્યઆપરાજનીતિ

બોટાદ કોર્ટના ચુકાદા બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે”

After the Botad court verdict, AAP leader Yesudan Gadhvi said “Satyamev Jayate”

ખેડૂતો માટે લડત લડનાર રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત 7 લોકોને મળ્યા જામીન

કડદા વિરુદ્ધ અવાજ ઉઠાવનાર રાજુ કરપડા અને પ્રવીણ રામને બોટાદ ડિસ્ટ્રીક કોર્ટે આપ્યા જામીન

બોટાદ કોર્ટના ચુકાદા બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે”

ભાજપ સરકારે કડદા કરનારની જગ્યાએ કડદા પ્રથાને રોકનાર લોકોને જેલમાં નાખ્યા હતા: ઈસુદાન ગઢવી

ભાજપે વધુમાં વધુ કોશિશ કરી કે AAP નેતાઓ જેલમાં જ રહે પરંતુ આખરે સત્યની જીત થઈ: ઈસુદાન ગઢવી

રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં નાખતા ખેડૂતોમાં રોશની લાગણી પેદા થઈ હતી: ઈસુદાન ગઢવી

બંને AAP નેતાઓને સાથે રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીશું: ઈસુદાન ગઢવી

અમદાવાદ/બોટાદ/જુનાગઢ/સુરેન્દ્રનગર/ગુજરાત

બોટાદ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, હંસરાજભાઈ ભાલાળા, વિપુલભાઈ ઉર્ફે કમલેશભાઈ હકાભાઇ હરિયાણી, વિપુલભાઈ મકવાણા અને જીતેન્દ્રભાઈ ગોવિંદિયાને મળીને કુલ મળીને સાત લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને આખરે સત્યની જીત થઈ છે. આ બાબતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સત્યની જીત તો હંમેશા થાય જ છે. ભાજપે કડદા કરનારાઓની જગ્યાએ કડદા પ્રથાને બંધ કરવાવાળા લોકોને જેલમાં નાખ્યા હતા જેના કારણે ગુજરાતના 54 લાખ ખેડૂતો, ખેતમજૂરો, શ્રમિકો અને ભાગ્યાઓમાં રોષ જોવા મળ્યો હતો. ભાજપે હડદડમાં એવો જ અત્યાચાર કર્યો જેવો અંગ્રેજોએ જલિયાવાલા બાગમાં કર્યો હતો અને ત્યારબાદ રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરીયા, પિયુષ પરમાર સહિત અનેક ખેડૂતો આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો જેલમાં ગયા. આ તમામ લોકોમાંથી છેલ્લા સાત આગેવાનો જે બાકી રહ્યા હતા તે તમામ સાત લોકોને આજે જામીન મળ્યા છે. કોર્ટના આ નિર્ણય બાદ ખેડૂતોના ચહેરા પર ખુશી આવી છે.

https://youtu.be/sK26zu7npUc

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપણે જોયું કે આ તમામ લોકોએ દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારો પણ જેલમાં મનાવ્યા હતા. આ તમામ લોકો પોતાના માટે નહીં પરંતુ ખેડૂતો માટે આટલા સમય જેલમાં રહ્યા અને ભાજપે પૂરો પ્રયત્ન કર્યો કે આ તમામ ખેડૂતો અને આગેવાનો વધુમાં વધુ સમય જેલમાં રહે પરંતુ આખરે હવે સત્યની જીત થઈ અને આ તમામ લોકોને જામીન મળ્યા છે, આ તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું. આ તમામ કિસાન નેતાઓના સમર્થન અમે 10 જેટલી કિસાન મહાપંચાયતોનું આયોજન કર્યું હતું. આ કિસાન મહાપંચાયતોમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન પણ આવ્યા હતા. સાથે સાથે 12,000 જેટલી નાની મોટી મિટિંગો કરી હતી અને 80,000 જેટલા પત્રો ખેડૂતો પાસેથી લખાવીને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા અમે ગયા હતા. અમે મુખ્યમંત્રી સમક્ષ એ સમર્થન પત્ર પણ આપ્યા હતા જેમાં ખેડૂતો સહિત અમારી તમામ લોકોને માંગણી હતી કે કડદા કાંડ કરનારા લોકોને સજા મળે અને ખેડૂતોને આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે. આ તમામ નેતાઓ પોતાના પરિવારથી ખૂબ લાંબો સમય દૂર રહ્યા. હું આપ તમામ ખેડૂત મિત્રોને જણાવવા માંગુ છું કે તમારા માટે લડત લડનાર નેતાઓ ફરીથી તમારી વચ્ચે આવી રહ્યા છે. અને અમને ખાતરી છે કે ડબલ બુલંદીથી તેઓ તમારો અવાજ ઉપાડશે. ભાજપે જેટલા અત્યાચાર કરવા હતા એ કરી લીધા પરંતુ અમારા કોઈ પણ નેતા ડર્યા નથી. તો હવે આગામી સમયમાં અમે આ તમામ નેતાઓની સાથે રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીશું.

સંબંધિત પોસ્ટ્સ

8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ભૂકંપ’ આવવાનો હતો? જાણો શું હતો અજિતનો પ્લાન

ANIL PATEL

AAP દ્વારા સાબરકાંઠાના યુવાનોને કારકિર્દી અંગે દિશા આપવાનો પ્રયાસ: સામત ગઢવી AAP

Maheriya Nirali

ગાંધી આશ્રમ બાદ પતંગ મહોત્સવમાં પહોંચ્યા પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ

ANIL PATEL