Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતના સમાજોમાં અચાનક પરિવર્તનની લહેર આવી :

Gujarat Samaj Constitution Change : ગુજરાતમાં સમાજોના પરિવર્તનની લહેર… ઠાકોર, ચૌધરી અને હવે રબારી સમાજ પણ નવા બંધારણ તરફ આગળ વધી રહ્યા છે. આજે બનાસકાંઠાના કાંકરેજમાં સામાજિક બંધારણને પગલે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાનાર છે, જેમાં સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપીને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેને લઈને બંધારણ ઘડાશે. તો રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ પોતાના જ સમાજ પર પ્રહાર કરીને પરિવર્તનની માંગ કરી છે. ત્યારે આખરે કેમ ગુજરાતના સમાજમાં અચાનક પરિવર્તનનો વાયરો ફૂંકાયો છે તે જોઈએ.

એકવીસમી સદીમાં આવી અઢારમી સદી જેવી સંકુચિતતા :
હાલ બ્રહ્મ, ચૌધરી, ઠાકોર, પાટીદાર, પંચાલ, રબારી સમાજ પોતાના નિયમો અને રિવાજો બદલી રહ્યા છે. એક જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ગુજરાતના સમાજોમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો છે. તેની શરૂઆત ઠાકોરોએ કરી, અને પહેલીવાર ઠાકોરને કારણે અન્ય સમાજને દિશા મળી. જોકે, સવાલ એ છે કે, એકવીસમી સદી આવી છતાં ગુજરાતના આ સમાજોને કેમ હવે અચાનક બંધારણ બદલવાનું સૂઝ્યું છે. ગુજરાતમાં ય હવે હરિયાણાની ખાપ પંચાયતોની જેમ જ્ઞાતિઓની ક્ષિતિજ સંકોચી રહી છે. સમય સાથે સમાજની ઘડિયાળા કાંટા બદલાઈ રહ્યા છે. જ્ઞાતિઓ અચાનક કેમ ઊંધી ઘડિયાળ ફેરવી રહી છે. એકવીસમી સદીમાં જોઈએ છે અઢારમી સદી જેવી સંકુચિતતા આવવા લાગી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ, કેટલાક સમાજ કુરિવાજો અને ખોટા ખર્ચા કરતા રિવાજો પર કાપ મૂકીને સમય સાથે ચાલીને સારા નિર્ણયો લઈ રહ્યા છે. દેખાદેખીમાં સમાજના અન્ય લોકો પર બોજો ન પડે તેવા નિર્ણયો લઈ રહ્યાં છે. જે એક સારી સામાજિક પહેલ છે.
પરંતું મુદ્દો એ છે, આ સમાજોમાંથી મોટાભાગના સુખીસંપન્ન અને શિક્ષિત સમાજ છે. 21 મી સદીમાં પણ આવા સમાજોમાં હવે પરિવર્તનની જરૂર ઉભી થઈ રહી છે.

આજે બનાસકાંઠામા ત્રણ સમાજ મંથન કરશે :
બનાસકાંઠામા સામાજિક બંધારણનો વાયરો સૌથી તેજ ફૂંકાઈ રહ્યો છે તેવું કહી શકાય. આજે ત્રણ સમાજ અલગ અલગ જગ્યાએ સામાજિક મીટીંગનુ આયોજન કર્યું છે. ધાનેરા ઉપવેદ સ્કૂલ કેમ્પસમા બ્રહ્મ સમાજ શિક્ષણ અને સામાજિક બધાંરણ મુદે મનોમંથન કરશે. તો ઓગડના વડા ગામમાં રાજપૂત સમાજ પણ શિક્ષણ અને સમાજ સુધારણા મુદે મહાસંમેલન કરશે. રબારી સમાજ બધાંરણને આખરી ઓપ આપવા ગામડે-ગામડે સામાજિક બધાંરણનો દોર શરૂ કર્યો છે. રાજપૂત અને બ્રાહ્મણ સમાજની સામાજિક સુધારણાની આજે પ્રથમ બેઠક યોજાશે. બ્રહ્મ સમાજ આજે સામાજિક જૂના રિવાજો અને ખોટા ખર્ચ કટ્રોલ કરવા મુદે મીટીંગમાં મનોમંથન કરશે.

સંબંધિત પોસ્ટ્સ

‘હું શરદ પવારનો દીકરો હોત તો..’ અજિત પવારની એક ઇચ્છા જે કાયમ માટે અધૂરી રહી ગઈAjit Pawar Death in Plane

ANIL PATEL

વિશ્વઉમિયાધામમાં સમાજ-શિક્ષણ-અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિનો સમન્વયઃ ગૃહમંત્રી અમિત શાહ

ANIL PATEL

ગુજરાત કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મલ્લિકાર્જુન ખડગેને લખ્યો પત્ર

ANIL PATEL