Gujarat Plus
Breaking News
અન્યગુજરાતરાષ્ટ્રીય

આજે પવન કેવો રહેશે? ઠંડી વધશે કે ઘટશે? ગુજરાતમાં બરફ જામે એવી ઠંડીની આગાહી

આજે બુધવારે ગુજરાતમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવારની પતંગ રસિયાઓ ઘણા સમયથી રાહ જોતા હોય છે. ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાત અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો; બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નહીં.

શિયાળાની ઋતુ હવે મધ્ય પહોંચી છે, ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. પ્રશ્ન એ છે કે શું આગામી દિવસોમાં પણ રાજ્યમાં આવી જ ઠંડી યથાવત રહેશે કે રાહત મળશે? હવામાન નિષ્ણાતનું અનુમાન પ્રમાણે ગુજરાતમાં કડકડતી એવી ઠંડીની આગાહી સામે આવી છે.

ગુજરાતમાં કેટલીક જગ્યાએ ઝાકળના બિંદુ જામી શકે છે. અનેક જિલ્લામાં 10થી નીચે તાપમાન પહોંચી શકે છે. ગુરૂવારે ઠંડી ચરમસીમા પર હશે

ઠંડી દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.

હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ઘણી જગ્યાએ તાપમાન 1 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી હતું. દરમિયાન, પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 5 થી 10 ડિગ્રી સેલ્સિયસ સુધી રહ્યું.

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીમાંથી રાહત મળી છે. આજે બુધવારે ગુજરાતમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવારની પતંગ રસિયાઓ ઘણા સમયથી રાહ જોતા હોય છે. ત્યારે 14મી જાન્યુઆરીના રોજ તથા આગામી પાંચ દિવસ પવનની ગતિ અને ઠંડી કેવી રહેશે તે અંગેની આગાહી જોઈએ.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ મહાનગર પાલિકામાં 2026ની ચૂંટણી માટે ભાજપ આ ચહેરાઓને મેયર બનાવી શકે !

ANIL PATEL

સંસદ સત્ર બાદ પક્ષ-વિપક્ષની ‘ચાય પે ચર્ચા’: PM મોદી, પ્રિયંકા ગાંધી, રાજનાથ હાજર રહ્યા, G-RAM-G બિલના વિરોધમાં TMCએ સંસદમાં આખી રાત ધરણા કર્યા

Gujarat Plus

વિશ્વઉમિયાધામમાં સમાજ-શિક્ષણ-અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિનો સમન્વયઃ ગૃહમંત્રી અમિત શાહ

ANIL PATEL