Gujarat Plus
Breaking News
અન્ય

જુનાગઢમાં SIRની કામગીરીને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, 7A ફોર્મ ભરી વાંધો ઉઠાવનાર કોર્પોરેટર પ્રવિણ વાઘેલાએ કેમ કર્યું એફિડેવિટ ?

જુનાગઢમાં SIRની કામગીરીને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, 7A ફોર્મ ભરી વાંધો ઉઠાવનાર કોર્પોરેટર પ્રવિણ વાઘેલાએ કેમ કર્યું એફિડેવિટ?

Shocking revelation regarding the functioning of SIR in Junagadh, why did Corporator Pravin Vaghela, who raised objections by filling out Form 7A, file an affidavit?

SIR કામગીરીને લઈને આજે સૌથી મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં થયો છે. ભાજપના વોર્ડ નંબર 6ના વર્તમાન કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ જુનાગઢ શહેરના બુથ નંબર 235માં કેટલાક મતદારો ખોટા છે, તેને લઈને પોતાના વાંધા સાથેની અરજી પ્રાંત અધિકારીને આપી હતી, ત્યારબાદ વાંધા અરજી રજૂ કરનાર ભાજપના કોર્પોરેટરે 7Aનું ફોર્મ તેમના દ્વારા શરત ચૂકથી અપાઈ ગયું છે, તે અંગેનું સોગંદનામુ કરીને 7A ફોર્મ રદ્દ કરવાની વિનંતી કરી છે. ત્યારે આપ અને કોંગ્રેસ આને લઇને વધુ આક્રમક થયા છે,

આપના પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવીએ જણાવ્યુ છેકે સમગ્ર રાજ્યમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ આવી રીતે લાખો લોકોનું વોટ કાપવા માટે અરજી આપી છે, આવા લાકો સામે કાયદાકિય પગલા લેવા પડશે,, તેમની સામે એફઆઇઆર કરવામાં આવશે., અત્યારે આપ તરફથી તમામ કલેક્ટરોને આવેદન પત્ર અપાયુ છે, જરુર પડ્યે કોર્ટમાં પણ એફઆઇઆર કરવામાં આવશે,

જ્યારે આ મુદ્દે કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ વિરોધ નોધાવ્યો છે, તેઓએ કહ્યુ છે કે ભાજપે ષડયંત્રના ભાગ રુપે આવી પ્રક્રિયા કરી છે જેથી વિપક્ષને મળતા વોટોને કાપી શકાય,,અને ચૂંટણીમાં હરાવી શકાય,, પણ કોંગ્રેસ આ મુદ્દે સજાગ છે, અને જે વ્યક્તિએ ખોટી રીતે મતદારોના મત કાપ્યા છે,,તેમની સામે કાયદાકીય પગલા લેવાશે,

કોર્પોરેટર પ્રવિણ વાધેલાએ સોગંદનામુ કરીને 7A ફોર્મ રદ્દ કરવાની વિનંતી કરી
જુનાગઢ ભાજપ વોર્ડ નં. 6ના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ SIR કામગીરી અંતર્ગત બુથ નં. 235 કે જે ઘાંચી પટ વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીંના કેટલાક મતદારો અહીં રહેતા નથી અથવા તો વિસ્થાપિત થઈ ગયા છે. જેથી તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવું જોઈએ, તે સંબંધની 7A અરજી પ્રાંત અધિકારીને સુપ્રત કરી હતી, ત્યારબાદ BLO દ્વારા કામગીરી શરૂ કરાતા આજે સમગ્ર મામલામાં નાટ્યાત્મક અને ચોકાવનારો ખુલાસો થયો છે.

આજથી થોડા દિવસ પૂર્વે મતદારો અહીં રહેતાં નથી અથવા તો તે અહીંથી સ્થળાંતર થઈ ગયા છે, તેવી વિગત સાથેનું 7A ફોર્મ ભરનાર પ્રવીણ વાઘેલાએ આજે પ્રાંત અધિકારીને 7A ફોર્મ તેમની શરત ચૂકથી ભરાયું છે, તેવું સોગંદનામુ કરીને તેમના દ્વારા ભરવામાં આવેલા તમામ ફોર્મ રદ કરવાની વિનંતી પ્રાંત અધિકારી જુનાગઢને કરી છે.

જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યુ છે કે
“ભાજપ ઇરાદાપૂર્વક અને ખાસ ટાર્ગેટ કરવામાં આવેલા મતદારો અને જે તે વિસ્તારને રાખીને તેમના માણસો દ્વારા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાને લઈને મતદારો સામે વાંધા વચકા ઉભા કરવા માટેના 7A ફોર્મ ભરાવ્યા છે, હવે જ્યારે ભાજપના જ કોર્પોરેટરે તેમની સહીથી ભરેલા તમામ ફોર્મ સરતચૂકથી ભરાયા છે, તેવું સોગંદનામુ પ્રાંત અધિકારીને કરતા ભાજપ દ્વારા ઈરાદાપૂર્વક ચલાવવામાં આવતા ષડયંત્રનો ખુલાસો પણ થયો છે. આગામી દિવસોમાં અમે આ મામલાને લઈને કાયદાકીય અને લોકોની વચ્ચે જવાના કાર્યક્રમો પણ બનાવી રહ્યા છે.”-

વોર્ડ નંબર 6ના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ જણાવ્યું હતું કે,”બુથ નંબર 235 કે જે ઘાચી પટ તરીકે ઓળખાય છે. આ વિસ્તારના કેટલાક લોકો અહીંથી સ્થળાંતરિત થઈ ગયા છે અથવા તો અહીંના મતદાર નથી તેવી વિગતો તેને મળી હતી. જેને લઇને તેમણે 7A ફોર્મ ભર્યું હતું, પરંતુ ત્યારબાદ ઘાચીપટ વિસ્તારના તમામ લોકો અને જે લોકોનું નામ મતદાર યાદીમાંથી દુર થવું જોઈએ, આવા તમામ લોકો સાથે જાહેરમાં 2 મીટીંગ થતાં તમામ લોકો અહીંના મતદારો છે અને કોઈ સ્થળાંતરિત થયું નથી તેવી મને પાકી અને પૂરતી વિગતો પ્રાપ્ત થતા આજે મેં પ્રાંત અધિકારીને મારી સહીથી થયેલા તમામ 7A ફોર્મને રદ કરવા સોગંદનામુ રજૂ કર્યું છે.”

પદનામિત પદ્મશ્રી સામે પણ 7A ફોર્મ ભરાયું હતું
25મી જાન્યુઆરીએ હાજી રમકડુંને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી, તેને 24 કલાક પણ પૂર્ણ નહોતા થયા, તે સમયે ભાજપના એક કોર્પોરેટર સંજય મણવરે તેમનું નામ મતદાર યાદીમાંથી ચકાસણીને અંતે દૂર થવું જોઈએ. આવી 7Aની વિરોધ અરજી કરી હતી, ત્યારે સમગ્ર મામલો ખૂબ વિવાદિત બન્યો હતો.

સંબંધિત પોસ્ટ્સ

ચાંદી ઓલ ટાઈમ હાઈના બીજા દિવસે ₹784 સસ્તી થઈ: સોનાની કિંમતમાં 80 રૂપિયાનો ઘટાડો, સોનું ₹1,32,394/10g થયું

Gujarat Plus

ભાજપ ભ્રષ્ટાચાર, ભય અને જેલની રાજનીતિ કરી રહ્યું છે, ગુજરાતમાં ભાજપનું શાસન નહીં, ભયનું રાજ ચાલે છે : અરવિંદ કેજરીવાલ

ANIL PATEL

આપ નેતા હરેશ સાવલિયાને પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે કરાયા !

ANIL PATEL