AAP leader Rajubhai Karpada, who led a movement against harsh practices for farmers, released from jail
ખેડૂતો માટે કડદા પ્રથા વિરુદ્ધ આંદોલન ચલાવનાર AAP નેતા રાજુભાઈ કરપડા જેલમુક્ત થયા
AAP નેતા ગોપાલ ઇટાલીયા, સાગર રબારી અને ગુલાબસિંહ યાદવ સહિત નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજુભાઈ કરપડાનું સ્વાગત કર્યું
ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ જેલની બહાર આવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી
આઠ વર્ષથી ખેડૂતો માટે અમારી જે લડત ચાલી રહી છે તેને આગળ ધપાવીશું: રાજુ કરપડા
108 દિવસના જેલવાસ દરમિયાન, આવનારા સમયમાં ખેડૂતો માટે કયા કાર્યક્રમો કરી શકાય તે વિચારવાનો સમય મળ્યો: રાજુ કરપડા
મુશ્કેલ સમયમાં સમગ્ર ગુજરાતના ખેડૂત પરિવારોએ, પત્રકાર મિત્રોએ અને ખાસ કરીને સમગ્ર AAPએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી તે બદલ આભાર: રાજુ કરપડા
કડદા પ્રથા વિરુદ્ધ અમે રજૂઆત કરી તો ફક્ત મૌખિક બાંહેધરી આપીને ખેડૂતોને ગુમરાહ કરવાની કોશિશ કરવામાં આવી: રાજુ કરપડા
હડદડ ગામમાં શાંતિપૂર્વક ચાલી રહેલા કાર્યક્રમને બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો: રાજુ કરપડા
પાક નુકસાનનું વળતર, હાઈટેન્શન લાઇન, જમીન સંપાદન સહિત અનેક મુદ્દાઓ પર અમે ખેડૂતો સાથે ઊભા રહ્યા છીએ: રાજુ કરપડા
પોણા ચાર મહિનાના જેલવાસ પછી રાજુભાઈ કરપડા આપણી વચ્ચે આવ્યા છે, તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું: ગોપાલ ઈટાલીયા
રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર સહિત અનેક સામાન્ય ખેડૂત પરિવારના આગેવાનોએ ટીમ બનાવીને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો, ત્યારથી ગુજરાતના ખેડૂતોમાં એક આશા જાગી છે: ગોપાલ ઈટાલીયા
ગુજરાતના ખેડૂતો રાજુભાઈ, પ્રવીણભાઈ અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે એના કારણે ભાજપના પેટમાં તેલ રેડાયું: ગોપાલ ઈટાલીયા
રાજુભાઈ પર બે FIR કરીને તેમને યાતના આપવાનું કામ કરવામાં આવ્યું: ગોપાલ ઈટાલીયા
ફક્ત કડદા પ્રથામાં નહીં પરંતુ બીજી અનેક રીતે ખેડૂતો સાથે અન્યાય થાય છે: ગોપાલ ઈટાલીયા
ક્યાંક ટાઉન પ્લાનિંગના નામે તો ક્યાંક હાઇવે માટે જમીન સંપાદનના નામે ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવે છે: ગોપાલ ઈટાલીયા
અમદાવાદ/સુરેન્દ્રનગર/બોટાદ/જુનાગઢ/ગુજરાત
ગુજરાતભરના ખેડૂતો માટે આજે ખુશીનો પ્રસંગ છે. કારણ કે ખેડૂતો માટે કડદા પ્રથા વિરુદ્ધ મજબૂત લડત આપનાર ખેડૂત નેતા રાજુ કરપડા જામીન મુક્ત થયા છે. તેઓએ 108 દિવસ જેલમાં વિતાવ્યા અને આજે આપણી સમક્ષ ઉપસ્થિત થયા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ સંગઠન મંત્રી અમૃત મકવાણા અને પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ રાજુભાઈ કરપડાનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું. આ તકે રાજુભાઈએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને તેમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મુશ્કેલ સમયમાં સમગ્ર ગુજરાતના ખેડૂત પરિવારોએ, પત્રકાર મિત્રોએ અને ખાસ કરીને સમગ્ર AAPએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી તે બદલ આભાર. 10/10/2025ના રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું જે વર્ષોથી શોષણ થતું હતું તે કડદા પ્રથાના વિરોધમાં અમે રજૂઆત કરવાના પ્રયત્ન કર્યા અને ત્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. પરંતુ એપીએમસીના સત્તાધીશોએ માત્ર મૌખિક બાહેંધરી આપીને ખેડૂતોને ગુમરાહ કરવાની કોશિશ કરી. ત્યારબાદ 12 તારીખે ખેડૂતો હડદડ ગામે મળ્યા ત્યારે અમુક લોકો દ્વારા અમારા કાર્યક્રમને બગાડવાની કોશિશ કરવામાં આવી.
વધુમાં ખેડૂત નેતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, અમારા કાર્યક્રમને ખરાબ કરવાની કોશિશ કરનાર લોકોને અમે કહેવા માંગે છે કે 108 દિવસ અમે જેલમાં રહ્યા છીએ અને છેલ્લા આઠ વર્ષથી અમારી જે ખેડૂતો માટેની લડાઈ ચાલે છે એ લડાઈને અમે મજબૂતીથી આગળ ધપાવીશું. ખેડૂતોના પાક નુકસાનના વળતરની વાત હોય, અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિના સમયે ખેડૂતોને વળતર ચૂકવવાની વાત હોય, હાઈટેન્શન લાઇનનો પ્રશ્ન હોય કે જમીન સંપાદનનો પ્રશ્ન હોય કે સિંચાઈનો પ્રશ્ન હોય, આવા કોઈપણ પ્રશ્ન મુદ્દે ખેડૂતોએ જ્યારે પણ અવાજ ઉઠાવ્યો અને મદદ માંગી ત્યારે અમે ખભે ખભો મિલાવીને ખેડૂતો સાથે ઊભા રહ્યા છીએ. આજે ગુજરાતના તમામ ખેડૂતો અને મજદૂરોને હું ખાતરી આપું છું કે અત્યાર સુધી જેટલી તાકાતથી લડતા હતા તેનાથી બમણી તાકાત સાથે આવનાર સમયમાં લડત લડીશું. 108 દિવસના જેલવાસ દરમિયાન, આવનારા સમયમાં ખેડૂતો માટે કયા કાર્યક્રમો કરી શકાય તે વિચારવાનો સમય મળ્યો અને જે સમય મળ્યો તેના સદુપયોગ આવનારા સમયમાં જોવા મળશે. કંપનીઓ દ્વારા ખેડૂતોને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને જમીન પચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે તો આ તમામ બાબતે હું અભ્યાસ કરીને લડત લડીશું.
ત્યારબાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ખેડૂતો માટે સતત લડત લડનાર રાજુભાઈ કરપડા પોણા ચાર મહિના બાદ આપણા સૌ વચ્ચે આવ્યા છે તો હું એમનું સ્વાગત કરું છું. બીજાના હક માટે અને બીજાના ન્યાય માટે સંઘર્ષ કરતા કરતા જો કોઈ વ્યક્તિ જેલમાં જાય તો સમાજ તે માણસને બિરદાવે છે અને સમાજ એ માણસનું સ્વાગત કરે છે. બોટાદમાં કડદો થાય છે વાત ત્યાં સુધી મર્યાદિત નથી, ક્યાં હાઈ ટેન્શન લાઇનના નામે ખેડૂતો સાથે અન્યાય થાય છે, ક્યાંક ટેકાના ભાવે જણસની ખરીદી થાય છે તો તેમાં કટકી થાય છે, ક્યાંક ટાઉન પ્લાનિંગના નામે ખેડૂતોની જમીન પડાવી લેવામાં આવે છે, ક્યાંક હાઇવે ના નામે જમીન સંપાદનના નામે જમીન પડાવી લેવામાં આવે છે, આ સિવાય જમીન માપણીના નામે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, તો આવા અનેક મુદ્દાઓ પર ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે પરંતુ ગુજરાતના ખેડૂતો માટે મજબૂતીથી લડત લડે તેવા આગેવાનો ન હતા. પરંતુ જ્યારથી રાજુભાઈ કરપડાએ ખેડૂતો માટે લડત લડવાનું નેતૃત્વ ઉપાડ્યું અને એમની સાથે ખભે ખભો મિલાવીને પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, મહેશભાઈ કોટડીયા સહિત અનેક સામાન્ય ખેડૂત પરિવારના લોકોએ એક મજબૂત ટીમ બનાવીને ખેડૂતો માટે લડત લડવાનું શરૂ કર્યું, ત્યારથી ગુજરાતભરના ખેડૂતોને એક નવી આશા દેખાઈ છે. આજે ગુજરાતભરના ખેડૂતો ખૂબ જ મોટી સંખ્યામાં રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે એ જોઈને ભાજપના પેટમાં તેલ રેડાયું છે. જેના કારણે રાજુભાઈ પર ખોટી FIR કરવામાં આવી અને એકથી ન ધરાયા તો બીજી FIR કરવામાં આવી અને રાજુભાઈને પૂરેપૂરી યાતના આપવાનું કામ કરવામાં આવ્યું.
