Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપ: લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ, સેમિફાઇનલ માટે ‘કરો યા મરો’ની સ્થિતિ

T20 વર્લ્ડ કપ: લોર્ડ્સ ના ઐતિહાસિક મેદાન પર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ, સેમિફાઇનલ માટે 'કરો યા મરો'ની સ્થિતિ

લંડન: આઈસીસી (ICC) મહિલા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારતીય ટીમ માટે હવે સેમિફાઇનલમાં પહોંચવા માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રુપ સ્ટેજની પોતાની છેલ્લી અને સૌથી મહત્વની મેચમાં ભારતીય મહિલા ટીમનો સામનો ૨૮ જૂને મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સામે થશે. આ હાઈવોલ્ટેજ મેચ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

સેમિફાઇનલનું ગણિત અને નેટ રનરેટનું દબાણ

હાલમાં ગ્રુપ-એ (Group-A) ના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ૪ મેચમાં ૬ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. આ તરફ સાઉથ આફ્રિકાની ટીમ પણ ૪ મેચમાં ૬ પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. પરંતુ સારા નેટ રનરેટના કારણે ટીમ ઈન્ડિયા અત્યારે આગળ છે. ભારતીય ટીમે સેમિફાઇનલની ટિકિટ મેળવવા માટે માત્ર મેચ જીતવી જ જરૂરી નથી, પરંતુ પોતાના નેટ રનરેટ પર પણ નજર રાખવી પડશે.

લોર્ડ્સ સ્ટેડિયમની પિચ રિપોર્ટ: બેટ્સમેનોને મળી શકે છે મદદ

લોર્ડ્સ સ્ટેડિયમની પિચની વાત કરીએ તો તે બેટિંગ માટે સાનુકૂળ રહેવાની આશા છે. આ મેચ સ્થાનિક સમય મુજબ બપોરે ૨:૩૦ વાગ્યે શરૂ થશે. આ સ્થિતિમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરનારી ટીમને મોટો ફાયદો મળી શકે છે. રમત જેમ આગળ વધશે તેમ પિચ ધીમી થવાની સંભાવના છે, જેનાથી સ્પિન બોલરોને મદદ મળશે. અહીં પહેલી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર ૧૫૦ રનની આસપાસ રહે છે. ભારતીય મહિલા ટીમ આ મેદાન પર પોતાની પ્રથમ ટી૨૦ મેચ રમશે.

મેચ પહેલા ટીમ ઈન્ડિયા સામે સ્પષ્ટ હશે સમીકરણો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૭:૦૦ વાગ્યે શરૂ થશે. આ મેચ પહેલા બપોરે ૩:૦૦ વાગ્યે સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચ પૂરી થતાં જ ભારતીય ટીમ સામે સેમિફાઇનલનું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જો સાઉથ આફ્રિકા મોટા માર્જિનથી જીતીને ભારત કરતાં રનરેટ સુધારી લેશે, તો ટીમ ઈન્ડિયા પર ઓસ્ટ્રેલિયા સામે મોટા અંતરથી જીતવાનું બેવડું દબાણ રહેશે.

સંબંધિત પોસ્ટ્સ

ક્રિકેટનો અનોખો રેકોર્ડ: 90 ટેસ્ટ અને 307 વનડે સાથે રમ્યા, પણ ક્યારેય સાથે બેટિંગ નથી કરી!

praxpatel

શ્રેયસ અય્યરે કરવી પડશે બમણી મહેનત: કપ્તાની જ નહીં, બેટિંગ પર પણ ઉઠ્યા સેંકડો સવાલો!

praxpatel

IND vs ENG: વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા પાસે તૈયારી પારખવાની આખરી તક, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે Live મેચ

praxpatel