Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

IND vs AFG: ભારતીય વન-ડે ક્રિકેટમાં પહેલીવાર બન્યું આવું, રોહિત શર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ રચ્યો ઈતિહાસ

IND vs AFG: ભારતીય વન-ડે ક્રિકેટમાં પહેલીવાર બન્યું આવું, રોહિત શર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ રચ્યો ઈતિહાસ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની વન-ડે સિરીઝના ત્રીજા મુકાબલામાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો છે. ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં રોહિત શર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાની જોડીએ એક એવો અનોખો રેકોર્ડ બનાવ્યો છે, જે ભારતીય વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં પહેલા ક્યારેય બન્યો નથી.

રોહિત અને પ્રસિદ્ધની જોડીનો અનોખો રેકોર્ડ

અફઘાનિસ્તાન સામેની ત્રીજી વન-ડેમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ મેચની શરૂઆતની ઓવરોમાં જ ઘાતક બોલિંગ કરીને અફઘાનિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું.

પ્રસિદ્ધ કૃષ્ણાએ અફઘાનિસ્તાનની ઈનિંગ્સની શરૂઆતની જે પહેલી ત્રણ વિકેટો ઝડપી, તે ત્રણેય વિકેટોમાં કેચ કેપ્ટન રોહિત શર્માએ પકડ્યા હતા. પ્રસિદ્ધે પોતાની પહેલી જ ઓવરના પહેલા બોલે રહમાનુલ્લાહ ગુરબાઝને આઉટ કર્યો, ત્યારપછી રહમત શાહ અને ઈબ્રાહિમ ઝાદરાનની વિકેટ લીધી હતી. આ ત્રણેય ખેલાડીઓના કેચ સ્લિપમાં રોહિત શર્માએ ઝડપ્યા હતા.

વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં આવું કરનારી માત્ર ચોથી જોડી

વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ એક મેચની ઈનિંગ્સમાં શરૂઆતની પહેલી ત્રણેય વિકેટો એક જ બોલર લે અને તે ત્રણેય કેચ પણ એક જ ફિલ્ડર અથવા વિકેટકીપર પકડે, તેવું વિશ્વ ક્રિકેટમાં માત્ર ચોથી વાર બન્યું છે. ભારતીય ક્રિકેટમાં આ કારનામું પહેલીવાર થયું છે.

વિશ્વ ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનારી જોડીઓ:

  1. એલિસ્ટેર કેમ્પબેલ અને ડગ્લાસ હોન્ડો – વિરૂદ્ધ ભારત (વર્ષ 2002)

  2. અલ્ઝારી જોસેફ અને શાઈ હોપ (WK) – વિરૂદ્ધ ઈંગ્લેન્ડ (વર્ષ 2017)

  3. સૌરભ નેત્રાવલકર અને સ્મિત પટેલ (WK) – વિરૂદ્ધ UAE (વર્ષ 2024)

  4. પ્રસિદ્ધ કૃષ્ણા અને રોહિત શર્મા – વિરૂદ્ધ અફઘાનિસ્તાન (વર્ષ 2026)

અફઘાનિસ્તાનની ટીમ 218 રનમાં ઓલઆઉટ

પ્રસિદ્ધ કૃષ્ણાની આ ઘાતક બોલિંગને કારણે અફઘાનિસ્તાનની ટીમે માત્ર 10 ઓવરમાં જ પોતાની 4 મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. અફઘાનિસ્તાન તરફથી માત્ર તેમના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી જ ટકી શક્યા હતા, જેમણે 102 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

પૂરી અફઘાન ટીમ 218 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર વાપસી કરતા પોતાની 8.2 ઓવરની બોલિંગમાં માત્ર 23 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

સંબંધિત પોસ્ટ્સ

ટીમ ઈન્ડિયામાંથી સૂર્યકુમાર અને રિંકુ સહિત મોટા ખેલાડીઓ બહાર, 2 નવા ચહેરાઓને મળી તક

praxpatel

ICC એન્યુઅલ રેન્કિંગ: વનડે અને T20માં ટીમ ઇન્ડિયાનો દબદબો, પાકિસ્તાનને ફટકો

praxpatel

દિલ્હીમાં છઠ્ઠા દિવસે પણ હવા ઝેરી, AQI 387: ધુમ્મસના કારણે આજે પણ ઘણી ફ્લાઇટ્સ રદ; 24 કલાકમાં 27થી વધુ ફ્લાઇટ્સ રદ

Gujarat Plus