Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

વિવાદાસ્પદ ‘એનહેન્સ્ડ ગેમ્સ’: ઓલિમ્પિકની જેમ ખેલાડીઓ ખુલ્લેઆમ ડ્રગ્સ અને સ્ટેરોઇડ્સ લઈ શકશે

વિવાદાસ્પદ ‘એનહેન્સ્ડ ગેમ્સ’: ઓલિમ્પિકની જેમ ખેલાડીઓ ખુલ્લેઆમ ડ્રગ્સ અને સ્ટેરોઇડ્સ લઈ શકશે

શું સ્ટેરોઇડ્સ અને ડ્રગ્સનો ઉપયોગ હવે રમતગમતનું ભવિષ્ય બની ગયો છે? રવિવારે વેગાસમાં જ્યારે વિશ્વભરના એથ્લેટ્સ ભેગા થશે, ત્યારે દુનિયા એક અનોખો નજારો જોશે. અહીં પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કર્યા પછી ખેલાડીઓ કઈ હદ સુધી જઈ શકે છે, તે જોવા મળશે. એક એવા ઓલિમ્પિકની કલ્પના કરો જ્યાં ખેલાડીઓ પર ડોપિંગ એજન્સીનો કોઈ ડર ન હોય અને તેમને ડ્રગ્સ લેવાની ખુલ્લી છૂટ હોય. વેગાસમાં આ દિવસોમાં “લાઇવ એનહેન્સ્ડ” (Live Enhanced) નામના ઇવેન્ટની જાહેરાતો ચારેય તરફ જોવા મળી રહી છે. આ સ્પોર્ટ્સ ઇતિહાસની સૌથી વિવાદાસ્પદ ટૂર્નામેન્ટ બનવા જઈ રહી છે.

શું છે આ ‘એનહેન્સ્ડ ગેમ્સ’?

બીબીસી (BBC) ના અહેવાલ મુજબ, વેગાસમાં ‘એનહેન્સ્ડ ગેમ્સ’ (Enhanced Games) નું આયોજન થઈ રહ્યું છે. આ એક એવી રમત છે, જેમાં ખેલાડીઓને સ્ટેરોઇડ્સ વાપરવાની સત્તાવાર મંજૂરી છે.

  • નવા વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ: રવિવારે યોજાનારી પ્રથમ સ્પર્ધામાં ટ્રેક, વેટલિફ્ટિંગ અને સ્વિમિંગના ટોચના એથ્લેટ્સ ભાગ લેશે. તેઓ પરફોર્મન્સ વધારતી ડ્રગ્સ (Peds) નો ઉપયોગ કરીને વર્લ્ડ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે.

  • 25 મિલિયન ડોલરની પ્રાઇઝ મની: આ ઇવેન્ટ માટે આશરે 2.5 કરોડ અમેરિકી ડોલર (25 Million USD) નું મોટું ઇનામ રાખવામાં આવ્યું છે. વિજેતાઓને રોકડ પુરસ્કાર મળશે. કેટલાક ઇવેન્ટ્સમાં વર્લ્ડ રેકોર્ડ તોડવા બદલ 1 મિલિયન ડોલર સુધીનું ઇનામ છે. આ ઇવેન્ટમાં અમેરિકાના દિગ્ગજ દોડવીર ફ્રેડ કેર્લી પણ જોવા મળી શકે છે.

  • નિયમો અને શરતો: એથ્લેટ્સ માત્ર એ જ ડ્રગ્સનો ઉપયોગ કરી શકશે જેને ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ મંજૂરી આપી હોય. ટેસ્ટોસ્ટેરોન અને હ્યુમન ગ્રોથ હોર્મોન જેવી દવાઓ, જેના પર વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA) એ પ્રતિબંધ મૂક્યો છે, તેનો અહીં ખુલ્લેઆમ ઉપયોગ થશે.

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર આપી રહ્યા છે ફંડિંગ

આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2023માં ઉદ્યોગસાહસિક એરોન ડિસૂઝા અને મેક્સિમિલિયન માર્ટિને કરી હતી. આ ઇવેન્ટને પીટર થિએલ અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર જેવા મોટા અમેરિકી અબજોપતિઓનું સમર્થન અને ફંડિંગ મળ્યું છે.

જોકે, હેલ્થ એક્સપર્ટ્સે આ અંગે ગંભીર ચેતવણી આપી છે. નિષ્ણાતોના મતે, સ્ટેરોઇડ્સ અને ગ્રોથ હોર્મોનના વધુ પડતા ઉપયોગથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને કાર્ડિયોવેસ્ક્યુલર ડેમેજ જેવા જીવલેણ જોખમો થઈ શકે છે.

‘ડ્રગ્સ કોઈ ઉકેલ નથી’ – એન્ટી ડોપિંગ એજન્સી

યુએસ એન્ટી-ડોપિંગ એજન્સી (USADA) ના સીઈઓ ટ્રેવિસ ટાઈગાર્ટે આ ગેમ્સનો સખત વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે, સર્વશ્રેષ્ઠ બનવા માટે ડ્રગ્સ લેવાની કોઈ જરૂર નથી.

તેમણે સ્વીકાર્યું કે ઓલિમ્પિકના પ્રોટોકોલમાં ખામીઓ હોઈ શકે છે, પરંતુ તેનો ઉકેલ સિસ્ટમ સુધારવાનો છે, ડોપિંગને પ્રોત્સાહન આપવાનો નહીં. તેઓ નથી ઈચ્છતા કે ભવિષ્યમાં બાળકોએ મેડલ જીતવા માટે 18 કે 20 વર્ષની ઉંમરે દરરોજ ખતરનાક ડ્રગ્સના ઈન્જેક્શન લેવા પડે.

માત્ર એક જ ખેલાડીએ ડ્રગ્સના નામ જાહેર કર્યા

એનહેન્સ્ડ ગેમ્સના આયોજકોનો દાવો છે કે આ ટૂર્નામેન્ટ એ વાતને સામે લાવી રહી છે કે ઘણા એથ્લેટ્સ છૂપી રીતે ચીટિંગ કરીને ડ્રગ્સ લેતા જ હોય છે.

આ ઇવેન્ટમાં ભાગ લઈ રહેલા ઘણા એથ્લેટ્સે મીડિયા સામે આવીને સવાલોના જવાબો આપ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર એક જ ખેલાડી – સ્ટ્રોંગમેન હેફથોર બ્યોર્નસન (જે પોતાનો જ 510 કિલોનો ડેડલિફ્ટ રેકોર્ડ તોડવા માંગે છે) એ ખુલાસો કર્યો કે તે કઈ દવાઓ લઈ રહ્યો છે. બાકીના અન્ય કોઈ એથ્લેટ્સે પોતાની ડ્રગ્સની વિગતો આપી નથી.

સંબંધિત પોસ્ટ્સ

વૈભવ સુર્યવંશીને લઈને એબી ડી વિલિયર્સનું મોટું નિવેદન, કહ્યું- ‘અસલી પરીક્ષા હજુ બાકી’

praxpatel

હરમનપ્રીત કૌરનો વર્લ્ડ રેકોર્ડ: ટી20 ઇન્ટરનેશનલમાં નંબર-1 કેપ્ટન બની

praxpatel

‘તેને ટીમમાંથી બહાર કરો!’: 25 કરોડના ખેલાડી પર સુનીલ ગાવસ્કર લાલઘૂમ, KKR ને આપી આખરી ચેતવણી

praxpatel