Gujarat Plus
Breaking News
અન્યઆંતરરાષ્ટ્રીયએન્ટરટેનમેન્ટક્રાઇમગુજરાતતાજા સમાચારબિઝનેસરાજનીતિરાષ્ટ્રીયલાઈફ સ્ટાઇલસ્પોર્ટ્સ

પ્રિયંકા ગાંધી-નીતિન ગડકરી વચ્ચે હસી-મજાક, VIDEO: ગડકરી બોલ્યા- રાહુલનું કામ કર્યું તો બહેનનું કરવું જ પડશે, પછી પોતાના હાથે બનાવેલી સ્પેશિયલ વાનગી પ્રિયંકાને ખવડાવી

Gujarati NewsNationalPriyanka Gandhi Nitin Gadkari Parliament Meeting Update; Union Minister Invites Wayanad MP Office PHOTOS VIDEOSનવી દિલ્હી22 કલાક પેહલાકૉપી લિંકસંસદના શિયાળુ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુરુવારે બંને પક્ષોના નેતાઓ વચ્ચે હસી-મજાક ભરી વાતચીત જોવા મળી.કેરળના વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન ચંદીગઢ-શિમલા હાઈવે સંબંધિત પૂરક પ્રશ્ન ઉઠાવ્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ જૂનથી પોતાના સંસદીય ક્ષેત્રના મુદ્દાઓને લઈને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળવાનો સમય માંગી રહ્યા છે. પ્રિયંકાએ કહ્યું,QuoteImage“સર, હું જૂનથી તમને મળવાનો સમય માંગી રહી છું, કૃપા કરીને સમય આપો જેથી હું મારા લોકસભા ક્ષેત્રની વાત રજૂ કરી શકું.”QuoteImageઆના પર ગડકરીએ હસતા હસતા જવાબ આપ્યો, “તમે પ્રશ્નકાળ પછી આવી જાઓ. ગમે ત્યારે આવી જાઓ, દરવાજો હંમેશા ખુલ્લો રહે છે, એપોઇન્ટમેન્ટની જરૂર નથી.”ગડકરીના આ જવાબ પર પ્રિયંકા ગાંધીએ હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું. 1 કલાક પછી જ્યારે તેઓ ગડકરીની ઓફિસે પહોંચ્યા ત્યારે કેન્દ્રીય મંત્રીએ તેમને ચોખાની એક ખાસ વાનગી પણ ખવડાવી, જે તેમણે પોતે યુટ્યુબ જોઈને બનાવી હતી.પ્રિયંકાએ બુધવારે લોકસભામાં નીતિન ગડકરી પાસેથી હસતા હસતા મળવાનો સમય માંગ્યો.પ્રિયંકાએ બુધવારે લોકસભામાં નીતિન ગડકરી પાસેથી હસતા હસતા મળવાનો સમય માંગ્યો.ગડકરી બોલ્યા- ભાઈનું કામ કર્યું તો બહેનનું પણ કરવું પડશેપ્રિયંકા ગાંધી ગડકરીની ઓફિસે પહોંચ્યા. અહીં ગડકરી સાથે વાયનાડના રસ્તા અને કનેક્ટિવિટી સંબંધિત સમસ્યાઓ પર વિગતવાર ચર્ચા કરી. પ્રિયંકાએ છ મુખ્ય માર્ગ પરિયોજનાઓનો પ્રસ્તાવ મૂક્યો.આના પર ગડકરીએ મજાકીયા અંદાજમાં કહ્યું કે પહેલા રાહુલ ગાંધીનું કામ કર્યું હતું, હવે બહેનનું કામ નહીં કરીએ તો સવાલો ઉઠશે. બેઠક પછી ગડકરીએ પ્રિયંકાને ચોખાની એક ખાસ ડિશ પણ ખવડાવી, જે તેમણે પોતે યુટ્યુબ જોઈને બનાવી હતી.પ્રિયંકાએ ગડકરીની સ્પેશિયલ ચોખાની ડિશનો આનંદ માણ્યો.પ્રિયંકાએ ગડકરીની સ્પેશિયલ ચોખાની ડિશનો આનંદ માણ્યો.જ્યારે, તેમની ઓફિસમાં પહોંચેલા અન્ય સાંસદોને પણ આ ડિશ ખવડાવવામાં આવી હતી, પરંતુ કોઈને પણ તેનું નામ યાદ ન રહ્યું.જ્યારે, તેમની ઓફિસમાં પહોંચેલા અન્ય સાંસદોને પણ આ ડિશ ખવડાવવામાં આવી હતી, પરંતુ કોઈને પણ તેનું નામ યાદ ન રહ્યું.ગડકરી બોલ્યા- દરરોજ 60 કિલોમીટર રોડ બનાવવાનું લક્ષ્યઆ પહેલાં નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું છે કે સરકારનો લક્ષ્ય દેશમાં રાજમાર્ગ નિર્માણની ગતિને વધારીને દરરોજ 60 કિલોમીટર કરવાનો છે. તેમણે જણાવ્યું કે ભારતમાલા પરિયોજના હેઠળ હાલમાં કોઈ નવી યોજના શરૂ ન થવાથી માર્ગ નિર્માણની ગતિ થોડી ધીમી પડી છે, પરંતુ સરકાર તેને ઝડપથી આગળ વધારવા માંગે છે.ગડકરીએ એમ પણ કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય આગામી 8થી 10 વર્ષમાં ભારતના વાહન ઉદ્યોગને વિશ્વમાં ટોચના સ્થાને પહોંચાડવાનો છે. હાલમાં વાહન ઉદ્યોગના કદમાં અમેરિકા પ્રથમ સ્થાને છે, જેનું બજાર લગભગ 78 લાખ કરોડ રૂપિયાનું છે. ત્યારબાદ ચીનનો વાહન ઉદ્યોગ 47 લાખ કરોડ રૂપિયાનો અને ભારતનો 22 લાખ કરોડ રૂપિયાનો છે.———————આ સમાચાર પણ વાંચો…દર વર્ષે 5 લાખ રોડ એક્સીડેન્ટમાં 1.8 લાખ મોત: રોજના 493 લોકો મોતને ભેટી રહ્યા, 18-34 વર્ષના યુવાનો વધુ; ગડકરીએ સ્વીકાર્યું- સરકાર મોતની સંખ્યા ઘટાડવામાં સંપૂર્ણપણે સફળ નહીંકેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે ભારતમાં દર વર્ષે લગભગ 5 લાખ રોડ એક્સીડેન્ટ થાય છે, જેમાં સરેરાશ 1.8 લાખ લોકોના જીવ જાય છે. આમાંથી 66% મૃત્યુ યુવાનો (18 થી 34 વર્ષ) ના થાય છે.કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીના સવાલ પર ગડકરીએ સ્વીકાર્યું કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને કાયદા કડક કરવા છતાં સરકાર મૃત્યુની સંખ્યા ઘટાડવામાં સંપૂર્ણપણે સફળ થઈ નથી. સંપૂર્ણ સમાચાર વાંચો

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા નંબરની મજબૂત પાર્ટી બની: ગોપાલ ઇટાલિયા

ANIL PATEL

પગાર આખા વર્ષનો અને કામ 22 દિવસ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં !

ANIL PATEL

‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યએ માંડ્યો મોરચો

ANIL PATEL